: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
ભાદરવા સુદ પાંચમ: આજથી દશલક્ષણી પર્યુષણપર્વ શરૂ થાય છે તેમાં આજે
ઉત્તમક્ષમાનો પહેલો દિવસ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ,
ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ ઉત્તમ વીતરાગીધર્મોને હે જીવ! તું
ભક્તિપૂર્વક જાણ.
આ દશે ધર્મો તે ચારિત્રના પ્રકાર છે. તેની આરાધના મુનિવરોને હોય છે; ને
ધર્મી ગૃહસ્થોને સમ્યગ્દર્શનપૂર્વક તેની એકદેશ આરાધના હોય છે. પ્રથમ તો ક્રોધ
વગરનો શાંત–ક્ષમાભાવી આત્મા છે–તેનું ભાન થાય એટલે સમ્યગ્દર્શન થાય; તેને
વિશેષ વીતરાગતા થતાં, ક્રોધરહિત એવો ક્ષમાભાવ પ્રગટે છે કે–તિર્યંચ મનુષ્ય વગેરે
દ્વારા ઘોર ઉપદ્રવ થાય તોપણ પોતાની ક્ષમાની શાંતિથી ડગતા નથી ને ક્રોધ કરતા નથી.
શરીર ઉપર ઘોર ઉપસર્ગ થતો હોય, ઘોર નિંદા થતી હોય, ઘાણીમાં પીલાતા હોય–છતાં
ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્રોધની વૃત્તિ ન જાગે, પોતે પોતાના આત્માની વીતરાગી શાંતિના
વેદનમાં રહે તેને ઉત્તમક્ષમાધર્મની આરાધના હોય છે.
જુઓ, આવો ક્ષમાધર્મ અને આવા ધર્મની ઉપાસનારૂપ સાચા પર્યુષણપર્વ
આજથી શરૂ થાય છે. આવા ધર્મોનું સ્વરૂપ વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુ પાસે જ હોય છે.
જેના દેવ–શાસ્ત્ર–ગુરુ ખોટા હોય ત્યાં સાચા ધર્મોની ઉપાસના હોતી નથી એટલે ધર્મની
પર્યુષણા હોતી નથી. અરે, ક્રોધ અને ચૈતન્યની ભિન્નતાનું ભેદજ્ઞાન જ્યાં ન હોય ત્યાં
ક્ષમાધર્મ ક્્યાંથી હોય? માટે પ્રથમ ક્રોધ અને ઉપયોગનું ભેદજ્ઞાન કરી, જ્ઞાનમાત્ર
ઉપયોગસ્વરૂપ હું છું–એવી અનુભૂતિ કરીને ધર્મીજીવે વીતરાગી ચારિત્રરૂપ ક્ષમાધર્મની
ભાવના–ઉપાસના કરવા યોગ્ય છે. સમ્યગ્દર્શન થયું ત્યાં અનંતાનુબંધી ક્રોધનો તો
અભાવ થયો ને વીતરાગી ક્ષમાના એક અંશનો સ્વાદ ચાખ્યો. આવા
સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગીક્ષમા તે ઉત્તમ ક્ષમા છે. અહો, મુનિવરો તો ક્ષમાની મૂર્તિ
છે...એમની ચારિત્રદશાની શી વાત! અત્યંત ભક્તિપૂર્વક તેને ઓળખીને તેની ભાવના
ભાવવી...તે પર્યુષણ છે.
[આજે પર્યુષણપર્વના મંગલ પ્રારંભ નિમિત્તે ભગવાન જિનેન્દ્રની ભવ્ય
રથયાત્રા નીકળી હતી; રથયાત્રા બાદ પરમાગમ–મંદિરમાં વીરનાથ–મહાદેવ સમક્ષ
ભક્તિભીનું પૂજન થયું હતું. દશલક્ષણ પૂજન વિધાન (ભાઈશ્રી હિંમતલાલ
હરગોવિંદદાસ ભાવનગરવાળા