આત્મિકશાંતિની ચાહના હોય તેને તેની
પ્રાપ્તિ કેમ થાય? એ વાત પૂજ્યપાદ
સ્વામીએ ‘સમાધિતંત્ર’માં બતાવી છે.
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જે ભિન્ન જાણે છે, તે
જીવ સ્વદ્રવ્યના સ્વભાવની અદ્ભુતતામાં
એવો તૃપ્ત થઈ જાય છે કે સંયોગમાંથી કાંઈ
લેવાની બુદ્ધિ તેને રહેતી નથી; એટલે સર્વ
સંયોગોમાં તે નિજસ્વરૂપથી સંતુષ્ટ રહે છે,
તેથી તેને સમાધિરૂપ અપૂર્વ આત્મશાંતિ
હોય છે. તેનું વર્ણન આ પ્રવચનોમાં આપ
વાંચશો.
બાહ્ય પદાર્થો અનિષ્ટ છે માટે તેને છોડું,–આ રીતે બાહ્ય પદાર્થોમાં બે ભાગ
પાડીને તેને ગ્રહણ–ત્યાગ કરવા માંગે છે, તેમાં એકલો રાગ–દ્વેષનો જ
અભિપ્રાય છે એટલે તેને અસમાધિ જ છે.