બાહ્યમાં મારે કાંઈ ગ્રહણ–ત્યાગ યોગ્ય નથી.
અંતરમાં જ તેને ગ્રહણ–ત્યાગ છે. આવા ગ્રહણ–ત્યાગવડે સ્વરૂપમાં સ્થિરતારૂપ
નિર્વિકલ્પ સમાધિ થાય છે; ત્યાં એવી કૃતકૃત્યતા છે કે ગ્રહણ–ત્યાગ સંબંધી
કોઈ વિકલ્પ રહેતા નથી; ગ્રહવાયોગ્ય સ્વરૂપને ગ્રહી લીધું હોવાથી, ને
છોડવાયોગ્ય પરભાવને છોડ્યા હોવાથી, ત્યાં પરમ તૃપ્તિ છે...એનું નામ સમાધિ
છે....તે મોક્ષમાર્ગ છે.
* જેઓ ચૈતન્યસ્વભાવને જાણીને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વરૂપ
પરમાત્મા થઈ ગયા તેમણે તો ગ્રહવા યોગ્ય એવું પોતાનું શુદ્ધસ્વરૂપ ગ્રહી લીધું
ને ત્યાગવા યોગ્ય એવા મોહ–રાગ–દ્વેષ છોડી દીધા, એટલે તેમને પૂર્ણ સમાધિ
જ છે.
* જે અંતરાત્મા છે તેણે શરીરાદિ સમસ્ત પદાર્થોથી પોતાના ચૈતન્યસ્વરૂપ
માનતા નથી; પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ ઉપાદેય જાણ્યું છે ને પરભાવોને
હેય જાણ્યા છે, તેથી ચૈતન્યસ્વભાવનું જ ગ્રહણ કરીને (–તેમાં લીનતા કરીને)
પરભાવોને તે છોડતા જાય છે; અને તેમને સમાધિ થતી જાય છે.
રાગ કરીને તેને ગ્રહવા માંગે છે ને કોઈ પ્રતિકૂળ પરપદાર્થો ઉપર દ્વેષ કરીને
તેને છોડવા માંગે છે. આ રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ રાગ–દ્વેષથી પરને ગ્રહવા–
છોડવાનું માને છે. આ રીતે મિથ્યા અભિપ્રાયને લીધે તેનો ત્યાગ પણ
દ્વેષગર્ભિત છે; તેને સમાધિ થતી નથી પણ અસમાધિ જ રહે છે.
અનિષ્ટ છે, કે તારો મોહ અનિષ્ટ છે? મોહને તો છોડતો નથી ને મકાનને