સહિતનો ત્યાગ તે તો દ્વેષથી ભરેલો છે. ચૈતન્યના વીતરાગભાવ વગર શાંતિનું
વેદન થાય નહીં.
છૂટ્યા ત્યાં તેના નિમિત્તો (વસ્ત્રાદિ) પણ સહેજે છૂટી જાય છે, તેથી તેનો
ત્યાગ કર્યો એમ નિમિત્તથી કહેવાય છે.
અંતર્મુખ થવાથી મિથ્યાત્વાદિ પરભાવો જેટલે અંશે છૂટી ગયા છે તેટલે અંશે
તેમને સમાધિ જ વર્તે છે, ખાતાં–પીતાં, બોલતાં–ચાલતાં, જાગતાં–સૂતાં સર્વ
પ્રસંગે તેટલી વીતરાગી સમાધિ–શાંતિ તેને વર્ત્યા જ કરે છે, એટલે ખરેખર
ગૃહસ્થભાવમાં નહીં પણ ચેતનભાવમાં જ તે વર્તે છે.
ધર્માત્માની અંર્તદશાને તેઓ ઓળખતા નથી.
પૃથ્થકરણ કરીને, સ્વભાવમાં એકાગ્ર રહેતાં પરભાવ છૂટી જાય છે; સ્વભાવની
અનુભૂતિમાં ગ્રહણ–ત્યાગના કોઈ પણ વિકલ્પ નથી.
આત્માને જ ગ્રહવા માંગે છે. જગતના કોઈ પણ બાહ્યપદાર્થ પ્રત્યે ઉપયોગ જાય
તો તેમાં તેને પોતાનું સુખ ભાસતું નથી, એક નિજસ્વરૂપમાં જ સુખ ભાસ્યું છે;
આથી પર તરફના વ્યાપારને છોડીને સ્વ તરફ ઉપયોગને જોડે છે,–એટલે કે
સ્વદ્રવ્યને જ જ્ઞાનમાં ગ્રહણ કરે છે.–આ ધર્મીજીવની ગ્રહણ–ત્યાગની વિધિ છે.
આ સિવાય બહારમાં કાંઈ ગ્રહવા–છોડવાનું આત્માને નથી. ઉપયોગમાં જ્યાં
સ્વદ્રવ્યનું ગ્રહણ થયું ત્યાં સમસ્ત પરદ્રવ્યો અને પરભાવો