Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 106

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
ઉપયોગથી બહાર જુદા જ રહી જાય છે, એટલે સ્વ તરફ વળેલો ઉપયોગ પરના
ત્યાગસ્વરૂપ જ છે. આ રીતે ઉપયોગની નિજસ્વરૂપમાં સાવધાની તે જ સમાધિ
છે, તે જ મોક્ષમાર્ગ છે, તેમાં ગ્રહવાયોગ્યનું ગ્રહણ અને છોડવાયોગ્યનો ત્યાગ
થઈ જાય છે.
જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાંસુધી જ જગતના પદાર્થો
વિશ્વસનીય અને રમ્ય લાગે છે, એટલે કે બહિરાત્માને જ જગતના પદાર્થોમાં
સુખ ભાસે છે; પરંતુ જ્યાં પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ થઈ ત્યાં બીજા
શેમાં વિશ્વાસ હોય? કે બીજે ક્યાં રતિ હોય? અંતરાત્માને પોતાથી બાહ્ય
જગતના કોઈપણ પદાર્થમાં સુખ ભાસતું નથી એટલે તેમાં વિશ્વાસ કે રતિ થતાં
નથી; ચૈતન્ય સ્વરૂપનો જ વિશ્વાસ કરીને તેમાં જ તે રમે છે.
જુઓ, આ ધર્માત્માનું રમ્યસ્થાન! શાંતિનું લીલુંછમ સ્થાન છોડીને
ધગધગતા વેરાન પ્રદેશમાં કોણ રમે!–તેમ બાહ્ય પદાર્થો તો આત્માના સુખને
માટે વેરાનપ્રદેશ જેવા છે, તેમાં ક્યાંય સુખ કે શાંતિનો છાંટોય નથી. ઊલટું તે
તરફની વૃત્તિથી તો ધગધગતા તાપની જેમ આકુળતા થાય છે; અને ચૈતન્ય–
પ્રદેશમાં રમતાં પરમ શાંતિ વેદાય છે. તો પછી આવા શાંત રમ્ય લીલાછમ
ચૈતન્યપ્રદેશને છોડીને ઉજ્જડ વેરાન એવા પરદ્રવ્યમાં કોણ રમે?–તેને રમ્ય કોણ
માને? ધર્મી તો ન જ માને. જેણે શાંતિધામ એવો રમ્ય આત્મપ્રદેશ જોયો નથી
એવા મૂઢ જીવો જ પરદ્રવ્યમાં સુખ કલ્પીને તેને રમ્ય સમજે છે.
જ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિયસુખનું વેદન થયું છે, એટલે તેનો જ
વિશ્વાસ અને તેની જ પ્રીતિ છે. જગતમાં ક્યાંય પરમાં મારું સુખ છે જ નહિ
એવું ભાન છે તેથી પરમાં ક્યાંય સુખબુદ્ધિથી આસક્તિ થતી નથી. આ રીતે
આત્માની જ રતિ હોવાથી જ્ઞાની પોતાના આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિક
કાળ ધારણ કરતા નથી–એ વાત હવેની (૫૦ મી) ગાથામાં કહેશે.
સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે, તે કાંઈ જીવની સાથે
ધ્રુવ રહેતા નથી. તેથી સંયોગના વિશ્વાસે જે સુખી થવા માંગે છે તે જરૂર
છેતરાય છે. આ શરીર ને આ અનુકૂળ સંયોગો જાણે સદાય આવાને આવા રહ્યા
કરશે એમ તેનો વિશ્વાસ કરીને અજ્ઞાની તેમાં સુખ માને છે, પણ જ્યાં સંયોગો
પલટી જાય ને પ્રતિકૂળતા થઈ જાય ત્યાં જાણે કે મારું સુખ ચાલ્યું ગયું! એમ તે
છેતરાય છે. પણ અરે ભાઈ! અનુકૂળ સંયોગ વખતે પણ તેમાં