यद्द्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात्।
एष ह्यतद्भावो नैव अभाव इति निर्दिष्टः ।।१०८।।
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો. (અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ
યોગ્ય રીતે સમજવું. જેમ કેઃ — સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને
‘પુરુષાર્થી આત્મદ્રવ્ય,’ ‘પુરુષાર્થી જ્ઞાનાદિગુણ’ અને ‘પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’ — એમ
વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં સંજ્ઞા – લક્ષણ – પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ
અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં અન્યત્વનું કારણ છે.) ૧૦૭.
હવે સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ –
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
– આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને.૧૦૮.
અન્વયાર્થઃ — [अर्थात्] સ્વરૂપ -અપેક્ષાએ [यद् द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः]
તે ગુણ નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી; — [एषः
हि अतद्भावः] આ અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી;
[इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
वाच्यो न भवति केवलज्ञानादिगुणो वा सिद्धपर्यायो वा, मुक्तजीवकेवलज्ञानादिगुणसिद्धपर्यायशब्दैश्च शुद्धसत्तागुणो वाच्यो न भवति । इत्येवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य
पूर्वोक्तलक्षणतद्भावस्याभावस्तदभावो भण्यते । स च तदभावः पुनरपि किं भण्यते । अतद्भावः संज्ञा-
વ્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે [सः] તે (પરિણામ) [सदविशिष्टः गुणः] ‘સત્’થી
અવિશિષ્ટ (-સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે. ‘[स्वभावे अवस्थितं] સ્વભાવમાં
અવસ્થિત (હોવાથી) [द्रव्यं] દ્રવ્ય [सत्] સત્ છે’ — [इति जिनोपदेशः] એવો જે (૯૯મી
ગાથામાં કહેલો) જિનોપદેશ [अयम्] તે જ આ છે (અર્થાત્ ૯૯મી ગાથાના કથનમાંથી આ
ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે).
ટીકાઃ — દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે — એમ પૂર્વે (૯૯મી
ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે — જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે,
તે જ ‘સત્’થી અવિશિષ્ટ ( – અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ
એવો) ગુણ છે.
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે, તેનાથી અવિશિષ્ટ ( – તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે; કારણ કે દ્રવ્યની ૧વૃત્તિ ત્રણ પ્રકારના સમયને સ્પર્શતી
स त्वस्तित्वभूतद्रव्यवृत्त्यात्मकत्वात्सदविशिष्टो द्रव्यविधायको गुण एवेति सत्ताद्रव्ययो- र्गुणगुणिभावः सिद्धयति ।।१०९।।
अथ गुणगुणिनोर्नानात्वमुपहन्ति —
णत्थि गुणो त्ति व कोई पज्जाओ त्तीह वा विणा दव्वं ।
दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।।११०।।
હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે પરિણમે છે.
(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત જ પરિણામ છે; અને તે
(ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ), અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિસ્વરૂપ હોવાને લીધે, ‘સત્’ થી અવિશિષ્ટ એવો, દ્રવ્યવિધાયક ( – દ્રવ્યને રચનારો) ગુણ જ છે. — આ રીતે સત્તા
ને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ થાય છે. ૧૦૯.
હવે ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન કરે છેઃ —
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે.૧૧૦.
च गुणी भवतीति प्रतिपादयति — जो खलु दव्वसहावो परिणामो यः खलु स्फु टं द्रव्यस्य स्वभावभूतः
परिणामः पञ्चेन्द्रियविषयानुभवरूपमनोव्यापारोत्पन्नसमस्तमनोरथरूपविकल्पजालाभावे सति यश्चिदा- नन्दैकानुभूतिरूपः स्वस्थभावस्तस्योत्पादः, पूर्वोक्तविकल्पजालविनाशो व्ययः, तदुभयाधारभूतजीवत्वं ध्रौव्यमित्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यात्मकजीवद्रव्यस्य स्वभावभूतो योऽसौ परिणामः सो गुणो स गुणो
भवति । स परिणामः कथंभूतः सन्गुणो भवति ।सदविसिट्ठो सतोऽस्तित्वादविशिष्टोऽभिन्नस्तदुत्पादादित्रयं
दव्वं सयं सत्ता तस्मादभेदनयेन सत्ता स्वयमेव द्रव्यं भवतीति । तद्यथा — मुक्तात्मद्रव्ये परमावाप्तिरूपो
અન્વયાર્થઃ — [इह] આ વિશ્વમાં [गुणः इति वा कश्चित्] ગુણ એવું કોઈ [पर्यायः
इति वा] કે પર્યાય એવું કોઈ, [द्रव्यं विना न अस्ति] દ્રવ્ય વિના ( – દ્રવ્યથી જુદું) હોતું નથી;
[द्रव्यत्वं पुनः भावः] અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); [तस्मात्] તેથી
[द्रव्यं स्वयं सत्ता] દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
ટીકાઃ — ખરેખર દ્રવ્યથી પૃથગ્ભૂત (જુદું) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ
ન હોય; — જેમ સુવર્ણથી પૃથગ્ભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હોતાં નથી
તેમ. હવે, તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો ‘ભાવ’નામથી કહેવાતો ગુણ જ હોવાથી, શું તે દ્રવ્યથી પૃથક્પણે વર્તે છે? નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો. ૧૧૦.
હવે દ્રવ્યને સત્ -ઉત્પાદ અને અસત્ -ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે છેઃ —
પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે ૧વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને ૨સદ્ભાવસંબદ્ધ
જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ. તે આ પ્રમાણેઃ જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે —
બાજુબંધ વગેરે પર્યાયો નહિ, ત્યારે સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે — દ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનું
લક્ષણ છે એવી, ક્રમે પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા
कृतवान् पश्चाज्जिनदीक्षां गृहीत्वा स एवेदानीं रामादिकेवलिपुरुषो निश्चयरत्नत्रयात्मकपरमात्मध्याने-
૧. વ્યતિરેકવ્યક્તિઓ = ભેદરૂપ પ્રગટતાઓ. [વ્યતિરેકવ્યક્તિઓ ઉત્પત્તિવિનાશ પામે છે, ક્રમે પ્રવર્તે છે
અને પર્યાયોને નિપજાવે છે. શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન વગેરે તથા સ્વરૂપાચરણચારિત્ર, યથાખ્યાતચારિત્ર વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેકવ્યક્તિઓ છે. વ્યતિરેક તથા અન્વયના અર્થો માટે ૧૯૦ તથા ૧૯૧મા પાનાનું પદટિપ્પણ (ફૂટનોટ) જુઓ.]
तत्तद्वयतिरेकव्यक्तित्वमापन्ना द्रव्यं पर्यायीकुर्युः, तथा हेमनिष्पादिकाभिरन्वयशक्तिभिः
દ્રવ્યને *અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ જ. તે આ પ્રમાણેઃ જ્યારે
બાજુબંધ વગેરે પર્યાયો જ કહેવામાં આવે છે — સુવર્ણ નહિ, ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો
જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક- વ્યક્તિઓ વડે, સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વય- શક્તિઓને પામતા સુવર્ણને અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ છે.
હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત્ -ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી
તે તે વ્યતિરેકવ્યક્તિઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી પર્યાયોને દ્રવ્ય કરે છે ( – પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યક્તિઓ અન્વયશક્તિરૂપ બનતી થકી
પર્યાયોને દ્રવ્યરૂપ કરે છે); જેમ બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી બાજુબંધ વગેરે પર્યાયોને સુવર્ણ કરે છે તેમ. દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત્ -ઉત્પાદમાં દ્રવ્યની
નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો ( – પર્યાયોરૂપ) કરે છે, જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ
ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યકિતપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધઆદિ પર્યાયમાત્ર ( – પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત્ -ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત્ -ઉત્પાદ છે —
તે વાત અનવદ્ય (નિર્દોષ, અબાધ્ય) છે.
ભાવાર્થઃ — જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્ -ઉત્પાદ કહે છે અને
જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પત્તિને અસત્ -ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ
કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-
ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્ -ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી
પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત્ -ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે, અને
દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્ -ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્ -ઉત્પાદ
છે – એમ) સત્ -ઉત્પાદને અનન્યપણા વડે નક્કી કરે છેઃ —
નહિ છોડતો થકો તે [अन्यः कथं भवति] અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી, તેનો
તે જ છે.)
ટીકાઃ — પ્રથમ તો દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને સદાય નહિ છોડતું થકું સત્
જ (હયાત જ) છે. અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યક્તિનો ઉત્પાદ થાય છે તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી દ્રવ્ય અનન્ય જ છે (અર્થાત્ તે ઉત્પાદમાં
પણ અન્વયશક્તિ તો અપતિત – અવિનષ્ટ – નિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય
નથી). માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્ -ઉત્પાદ નક્કી થાય છે (અર્થાત્ ઉપર કહ્યું તેમ
દ્રવ્યનું દ્રવ્ય -અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને સત્ -ઉત્પાદ છે — એમ અનન્યપણા દ્વારા
સિદ્ધ થાય છે).
આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છેઃ જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તિર્યંચત્વ,
મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે — પરિણમશે. પરંતુ
તે જીવ તે પર્યાયરૂપે થઇને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? નથી છોડતો. જો નથી
किं किं भविष्यति । निर्विकारशुद्धोपयोगविलक्षणाभ्यां शुभाशुभोपयोगाभ्यां परिणम्य णरोऽमरो वा परो
नरो देवः परस्तिर्यङ्नारकरूपो वा निर्विकारशुद्धोपयोगेन सिद्धो वा भविष्यति ।भवीय पुणो एवं
पूर्वोक्तप्रकारेण पुनर्भूत्वापि । अथवा द्वितीयव्याख्यानम् । भवन् वर्तमानकालापेक्षया भविष्यति
यदि नोज्झति कथमन्यो नाम स्यात्, येन प्रकटितत्रिकोटिसत्ताकः स एव न
स्यात्।।११२।।
अथासदुत्पादमन्यत्वेन निश्चिनोति —
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा ।
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ।।११३।।
मनुजो न भवति देवो देवो वा मनुषो वा सिद्धो वा ।
एवमभवन्ननन्यभावं कथं लभते ।।११३।।
છોડતો તો તે અન્ય કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા( – ત્રણ પ્રકારની સત્તા,) જેને
પ્રગટ છે એવો તે (જીવ), તે જ ન હોય? (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક જીવ,
મનુષ્યાદિ પર્યાયોરૂપે પરિણમતાં છતાં, અન્વયશક્તિને નહિ છોડતો હોવાથી અનન્ય — તેનો
તે જ — છે.)
ભાવાર્થઃ — જીવ મનુષ્ય -દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી,
અનન્ય રહે છે, તેનો તે જ રહે છે; કારણ કે ‘તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે મનુષ્ય હતો અને અમુક ભવે તિર્યંચ હતો’ એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથી — અનન્ય રહે
છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સત્ -ઉત્પાદ નક્કી થાય છે. ૧૧૨.
હવે અસત્ -ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્વારા) નક્કી કરે છેઃ —
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો ક્યમ તે અનન્યપણું ધરે?૧૧૩.
અન્વયાર્થઃ — [मनुजः] મનુષ્ય તે [देवः न भवति] દેવ નથી, [वा] અથવા [देवः]
દેવ તે [मानुषः वा सिद्धः वा] મનુષ્ય કે સિદ્ધ નથી; [एवम् अभवन्] એમ નહિ હોતો થકો
[अनन्यभावं कथं लभते] અનન્ય કેમ હોય?
अन्यो भिन्नः कथं भवति । किंतु द्रव्यान्वयशक्तिरूपेण सद्भावनिबद्धोत्पादः स एवेति द्रव्यादभिन्न इति
प्रादुर्भावः तस्मिन्पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः पूर्वमसत्त्वात्पर्याया अन्य एव । ततः
पर्यायाणामन्यत्वेन निश्चीयते पर्यायस्वरूपकर्तृकरणाधिकरणभूतत्वेन पर्यायेभ्योऽपृथग्भूतस्य द्रव्यस्यासदुत्पादः । तथाहि — न हि मनुजस्त्रिदशो वा सिद्धो वा स्यात्, न हि त्रिदशो मनुजो
वा सिद्धो वा स्यात्। एवमसन् कथमनन्यो नाम स्यात्, येनान्य एव न स्यात्; येन च
ટીકાઃ — પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના કાળે જ સત્ (-હયાત) હોવાને
લીધે તેનાથી અન્ય કાળોમાં અસત્ જ (-અહયાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત
અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો ( – એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) સ્વકાળે
ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય
જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો — કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને
અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક્ છે તેનો — અસત્ -ઉત્પાદ નક્કી થાય છે.
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છેઃ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો
થકો અનન્ય ( – તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ
પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણ — વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને
ઊપજે છે એવા સુવર્ણની જેમ — પદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય?
[જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (-ભિન્નભિન્ન છે, તેના તે જ નથી) તેથી તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે પર્યાયો કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય -અપેક્ષાએ અન્ય છે.]
ભાવાર્થઃ — જીવ અનાદિ -અનંત હોવા છતાં, મનુષ્યપર્યાયકાળે દેવપર્યાયની કે
સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે
પર્યાયો અન્ય -અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધન અને આધાર એવો જીવ પણ પર્યાય -અપેક્ષાએ અન્યપણાને પામે છે. આ રીતે, જીવની માફક,
देवपर्यायकाले मनुष्यपर्यायस्यानुपलम्भात् ।देवो वा माणुसो व सिद्धो वा देवो वा मनुष्यो न भवति
स्वात्मोपलब्धिरूपसिद्धपर्यायो वा न भवति । कस्मात् । पर्यायाणां परस्परं भिन्नकालत्वात्,
જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું — એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને
વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું —
એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય -અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે — છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક
(અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે
તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે -મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે — જુદું નથી). અને જ્યારે તે બન્ને ચક્ષુઓ — દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક — તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા ( – દ્રવ્યાર્થિક ચક્ષુ
દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ -તિર્યંચત્વ- મનુષ્યત્વ -દેવત્વ -સિદ્ધત્વપર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ- તિર્યંચત્વ -મનુષ્યત્વ -દેવત્વ -સિદ્ધત્વપર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે
અવલોકન તે સર્વ અવલોકન ( – સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં
અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
ભાવાર્થઃ — દરેક દ્રવ્ય સામાન્ય -વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ
રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમકે, મરીચિ અને શ્રી મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય
અર્થાત્ તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના
પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય – અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને
ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય -અન્ય બન્ને ભાસે છે. ૧૧૪.
હવે સર્વ વિરોધને દૂર કરનારી સપ્તભંગી પ્રગટ કરે છેઃ —
અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય અણવક્તવ્ય છે,
વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે.૧૧૫.
सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमित्यर्थः ।।११४।। एवं सदुत्पादासदुत्पादकथनेन प्रथमा, सदुत्पाद-
अस्तीति च नास्तीति च भवत्यवक्तव्यमिति पुनर्द्रव्यम् ।
पर्यायेण तु केनचित् तदुभयमादिष्टमन्यद्वा ।।११५।।
स्यादस्त्येव १, स्यान्नास्त्येव २, स्यादवक्तव्यमेव ३, स्यादस्तिनास्त्येव ४, स्याद-
स्त्यवक्तव्यमेव ५, स्यान्नास्त्यवक्तव्यमेव ६, स्यादस्तिनास्त्यवक्तव्यमेव ७, स्वरूपेण १, पररूपेण २, स्वपररूपयौगपद्येन ३, स्वपररूपक्र मेण ४, स्वरूपस्वपररूपयौगपद्याभ्यां ५, पररूपस्वपररूपयौगपद्याभ्यां ६, स्वरूपपररूपस्वपररूपयौगपद्यैः ७, आदिश्यमानस्य स्वरूपेण
शुद्धासंख्येयप्रदेशाः क्षेत्रं भण्यते, वर्तमानशुद्धपर्यायरूपपरिणतो वर्तमानसमयः कालो भण्यते, शुद्धचैतन्यं भावश्चेत्युक्तलक्षणद्रव्यादिचतुष्टय इति प्रथमभङ्गः १ ।णत्थि त्ति य स्यान्नास्त्येव । स्यादिति
*સ્યાત્ = કથંચિત્; કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (દરેક દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ — સ્વદ્રવ્ય,
સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ — ‘અસ્તિ’ છે. શુદ્ધ જીવનું સ્વચતુષ્ટય આ
પ્રમાણે છેઃ શુદ્ધ ગુણ -પર્યાયોના આધારભૂત શુદ્ધાત્મદ્રવ્ય તે દ્રવ્ય છે; લોકાકાશપ્રમાણ શુદ્ધ અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે; શુદ્ધપર્યાયરૂપે પરિણત વર્તમાન સમય તે કાળ છે; અને શુદ્ધ ચૈતન્ય તે ભાવ છે.)
+અવક્તવ્ય = કહી શકાય નહિ એવું. (એકીસાથે સ્વરૂપ તેમ જ પરરૂપની અપેક્ષાએ દ્રવ્ય કથનમાં આવી શકતું નથી તેથી ‘અવક્તવ્ય’ છે.)
*વિવક્ષિત (કહેવા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે.
तदनन्तरं द्रव्यपर्यायकथनेन गुणपर्यायक थनेन च गाथाद्वयं, ततश्च द्रव्यस्यास्तित्वस्थापनारूपेण प्रथमा,
૧. સ્યાદ્વાદમાં અનેકાંતને સૂચવતો ‘સ્યાત્’ શબ્દ સમ્યક્પણે વપરાય છે. તે ‘સ્યાત્’ પદ એકાંતવાદમાં
રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે.
૨. અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા રહિત એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે ‘જ’ શબ્દ
વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. (અનેકાંતાત્મક વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્ણીતપણું — નિયમબદ્ધપણું — નિરપવાદપણું બતાવવા માટે જે ‘જ’ શબ્દ વાપરવામાં
અન્વયાર્થઃ — [एषः इति कश्चित् नास्ति] (મનુષ્યાદિપર્યાયોમાં) ‘આ જ’ એવો
કોઈ (શાશ્વત પર્યાય) નથી; [स्वभावनिर्वृत्ता क्रिया नास्ति न] (કારણ કે સંસારી જીવને)
સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય
ક્રિયા અવશ્ય છે). [यदि] અને જો [परमः धर्मः निःफलः] પરમ ધર્મ અફળ છે તો
[क्रिया हि अफला नास्ति] ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ
મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવે છે).
ટીકાઃ — અહીં (આ વિશ્વમાં), અનાદિ કર્મપુદ્ગલની ઉપાધિના સદ્ભાવને આશ્રયે
(-કારણે) જેને ૧પ્રતિક્ષણ ૨વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા ખરેખર
સ્વભાવનિષ્પન્ન જ છે; તેથી તેને મનુષ્યાદિપર્યાયોમાંનો કોઈ પણ પર્યાય ‘આ જ’ એવો ટંકોત્કીર્ણ નથી; કારણ કે તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળરૂપ હોવાથી
૩ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય છે. અને ક્રિયાનું ફળ તો, મોહ સાથે ૪મિલનનો નાશ
सामान्यव्याख्यानेन विशेषव्याख्यानेन च गाथाचतुष्टयं, ततश्च सप्तभङ्गीकथनेन गाथैका चेति समुदायेन
૧. પ્રતિક્ષણ = દરેક ક્ષણે ૨. વિવર્તન = વિપરિણમન; પલટો (ફેરફાર) થયા કરવો તે. ૩. ઉત્તર ઉત્તર = પછી પછીના. (મનુષ્યાદિપર્યાયો રાગદ્વેષમય ક્રિયાના ફળરૂપ છે તેથી કોઇ પણ પર્યાય
પૂર્વ પર્યાયને નષ્ટ કરે છે અને પછીના પર્યાયથી પોતે નષ્ટ થાય છે.