મ્યાનથકી તલવારવત્, એ ઉપકાર અમાપ.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પરમ પુરુષ, પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત
ધર્મ અનંતકૃપા કરી આપ શ્રીમદે મને આપ્યો, તે અનંત
ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી
આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું
મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં
નમસ્કાર કરું છું.
એટલું માંગુ છું તે સફળ થાઓ.