ભણે તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે કે
જે પદ મોટા મોટા મુનિઓ ચિરકાલપર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ને
પામી શકે છે.
છે, તેથી મોક્ષાભિલાષીઓએ શ્રી અરહંતદેવ સામે શ્રી પદ્મનંદિ
આચાર્ય દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણે કાળ
અવશ્યમેવ કરવો જોઈએ.
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.