Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 1 of 24
PDF/HTML Page 4 of 27

 

background image
શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિતા
પદ્મનંદિપંચવિંશતિકામાંથી
આલોચના અધિાકારનો
હિન્દી પરથી ગુજરાતી અનુવાદ
શ્રી પદ્મનંદિ આચાર્યદેવ આદિમંગળથી
આલોચના અધિાકારની શરુઆત કરે છે :
૧. અર્થ :હે જિનેશ ! હે પ્રભો ! જો સજ્જનોનું
મન, આંતર તથા બાહ્ય મળરહિત થઈને તત્ત્વસ્વરૂપ તથા
વાસ્તવિક આનંદના નિધાન એવા આપનો આશ્રય કરે, જો
તેમના ચિત્તમાં આપના નામના સ્મરણરૂપ અનંત પ્રભાવશાળી
મહામંત્ર મોજૂદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જો તેમનું
આચરણ હોય તો તે સજ્જનોને ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં
વિઘ્ન શેનું હોય ? અર્થાત્ ન હોય.
ભાવાર્થ :જો સજ્જનોના મનમાં આપનું ધ્યાન હોય
તથા આપના નામ-સ્મરણરૂપ મહામંત્ર મોજૂદ હોય અને તેઓ
મોક્ષમાર્ગમાં ગમન કરવાવાળા હોય તો તેમને અભીષ્ટની
પ્રાપ્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકતું નથી.