Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 24
PDF/HTML Page 5 of 27

 

background image
હવે આચાર્યદેવ સ્તુતિ દ્વારા ‘દેવ કોણ હોઇ
શકે તથા કેવળજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ કેવો હોય’ તે
વર્ણવે છે :
૨. અર્થ :હે જિનેંદ્રદેવ ! સંસારના ત્યાગ અર્થે
પરિગ્રહરહિતપણું, રાગરહિતપણું, સમતા, સર્વથા કર્મોનો
નાશ અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત
સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળજ્ઞાન એવો ક્રમ આપને જ
પ્રાપ્ત થયો હતો, પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ
પ્રાપ્ત થયો નથી, તેથી આપ જ શુદ્ધ છો અને આપના
ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય છે.
ભાવાર્થ :હે ભગવાન ! આપે જ સંસારથી મુક્ત
થવા અર્થે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો છે તથા રાગભાવને
છોડ્યો છે અને સમતાને ધારણ કરી છે તથા અનંત વિજ્ઞાન,
અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આપને જ પ્રગટ
થયાં છે, તેથી આપ જ શુદ્ધ અને સજ્જનોની સેવાને પાત્ર
છો.
સેવાનો દ્રઢ નિશ્ચય અને પ્રભુ-સેવાનું માહાત્મ્ય :
અર્થ :હે ત્રૈલોક્યપતે ! આપની સેવામાં જો મારો દ્રઢ
નિશ્ચય છે તો મને અત્યંત બળવાન સંસારરૂપ વૈરીને જીતવો
કાંઈ મુશ્કેલ નથી, કેમ કે જે મનુષ્યને જળવૃષ્ટિથી હર્ષજનક
૧. વીતરાગ ભાવ.
[ ૨ ]