Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 24
PDF/HTML Page 6 of 27

 

background image
ઉત્તમ ફુવારાસહિત ઘર પ્રાપ્ત થાય તો તે પુરુષને જેઠ માસનો
પ્રખર મધ્યાહ્ન
તાપ શું કરી શકે તેમ છે ? અર્થાત્ કાંઈ કરી
શકે નહિ.
ભાવાર્થ :હે ત્રણ લોકના ઈશ ! જેમ શીતળ જળ વડે
ઊડતા ફુવારાથી સુશોભિત ઉત્તમ ઘરમાં બેઠેલા પુરુષને જેઠ
માસની બપોરની અત્યંત ગરમી પણ કાંઈ કરી શકે નહિ તેમ
હું નિશ્ચયપૂર્વક આપની સેવામાં દ્રઢપણે સ્થિત છું, તો મને
બળવાન સંસારરૂપ વૈરી પણ જરાય ત્રાસ આપી શકે નહિ.
ભેદજ્ઞાન દ્વારા સાધાકદશા:
૪. અર્થ :આ પદાર્થ સારરૂપ છે અને આ પદાર્થ
અસારરૂપ છે. એ પ્રકારે સારાસારની પરીક્ષામાં એકચિત્ત થઈ,
જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો,
અબાધિત ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે, તો તે પુરુષની દ્રષ્ટિમાં
હે ભગવાન ! આપ જ એક સારભૂત પદાર્થ છો અને આપથી
ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અતઃ આપના
આશ્રયથી જ મને પરમ સંતોષ થયો છે.
હવે આચાર્યદેવ ‘પૂર્ણ સાધય’ વર્ણવે છે:
૫. અર્થ :હે જિનેશ્વર ! સમસ્ત લોકાલોકને એક
સાથે જાણનારું આપનું જ્ઞાન છે, સમસ્ત લોકાલોકને એક
સાથે દેખનારું આપનું દર્શન છે, આપને અનંત સુખ અને
અનંત બળ છે તથા આપની પ્રભુતા પણ નિર્મલતર છે, વળી
[ ૩ ]