Benshreeke Vachanamrut-Hindi (Gujarati transliteration).

< Previous Page   Next Page >


Page 210 of 212
PDF/HTML Page 225 of 227

 

background image
આવી શ્રાવણની બીજલડી
[રાગ :રૂપલા રાતલડીમાં]
આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન,સુમંગલમાલિની હો બેન !
જન્મ્યાં કુંવરી માતા‘તેજ’ઘરે મહા પાવની હો બેન,પરમ કલ્યાણિની હો બેન !
ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન,નયનયુગ ઠારતી હો બેન !
નિર્મળ આંખલડી સૂક્ષ્મ--સુમતિ--પ્રતિભાસિની હો બેન,અચલ તેજસ્વિની હો બેન !
(સાખી)
માતાની બહુ લાડિલી, પિતાની કાળજકોર;
બંધુની પ્રિય બ્હેનડી, જાણે ચંદ્રચકોર.
બ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન,કદીક ફૂ લ વેરતી હો બેન !
સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન,સદા સુવિચારિણી હો બેન !.....આવી૦
(સાખી)
વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર;
જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફ ળ અવતાર,
જ્ઞાયકઅનુલગ્ના, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન,
પરમપદસાધિની હો બેન !
સંગવિમુખ, એકલ નિજનંદનવનસુવિહારિણી હો બેન,સુધા
આસ્વાદિની હો બેન !....આવી૦
(સાખી)
સ્મરણો ભવભવનાં રૂડાં, સ્વર્ણમયી ઇતિહાસ,
દૈવી ઉરઆનંદિની ‘ચંપા’ પુષ્પસુવાસ.
કલ્પલતા મળી પુણ્યોદયથી ચિંતિતદાયિની હો બેન,સકલદુખનાશિની હો બેન !
મુક્તિ વરુંમનરથ એ માત પૂરો વરદાયિની હો બેન,
મહાબલશાલિની હો બેન !....આવી૦