૯૨
બહેનશ્રીનાં વચનામૃત
પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ૨૭૧.
✽
જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું
જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે
હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાન્તિવાળું છે તે જ મારે જોઈએ છે
— એવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી
પર્યાય પ્રગટે. ૨૭૨.
✽
ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી
સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઊઠે છે અને જ્ઞાયકની
રુચિ પ્રગટે છે, વારંવાર ચેતન તરફ — જ્ઞાયક તરફ વલણ
થાય છે. જેમ ભક્તને ભગવાન માંડમાંડ મળ્યા હોય તો
તેને મૂકવા ન ગમે, તેમ ‘હે ચેતન’, ‘હે જ્ઞાયક’
એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રુચિ
રહ્યા કરે; ‘હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે’ એવું
વર્ત્યા કરે. ૨૭૩.
✽
અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો,