Benshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 203

 

background image
લેખાશે. તેમને લઘુ વયમાં જ પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી
વજ્રવાણીના શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેમને
સમ્યક્ત્વ-આરાધનાના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેમણે તત્ત્વમંથનના
અંતર્મુખ ઉગ્ર પુરુષાર્થથી ૧૮ વર્ષની બાળાવયે નિજ શુદ્ધાત્મદેવના
સાક્ષાત્કારને પામી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિનોદિન વૃદ્ધિંગત
ધારાએ વર્તતી તે વિમળ અનુભૂતિથી સદા પવિત્ર વર્તતું તેમનું જીવન,
પૂજ્ય ગુરુદેવશ્રીની માંગલિક પ્રબળ પ્રભાવના-છાયામાં, મુમુક્ષુઓને
પવિત્ર જીવનની પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિજન્ય પવિત્રતાની છાપ પૂજ્ય
ગુરુદેવશ્રીના હૃદયમાં સર્વપ્રથમ ત્યારે ઊઠી કે જ્યારે સં. ૧૯૮૯માં
રાજકોટ મધ્યે તેમને જાણ થઇ કે બહેનશ્રીને સમ્યગ્દર્શન તથા તજ્જન્ય
નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રાપ્ત થઇ છે; જાણ થતાં તેમણે
અધ્યાત્મવિષયક ઊંડા કસોટીપ્રશ્ન પૂછી બરાબર પરીક્ષા કરી; અને
પરિણામે પૂજ્ય ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી પ્રમોદ વ્યક્ત કરતાં કહ્યુંઃ
‘બેન! તમારી દ્રષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.’
અસંગ આત્મદશાના પ્રેમી પૂજ્ય બહેનશ્રીને કદી પણ લૌકિક
વ્યવહારના પ્રસંગોમાં રસ પડ્યો જ નથી. તેમનું અંતર્ધ્યેયલક્ષી જીવન
સત્શ્રવણ, સ્વાધ્યાય, મંથન અને આત્મધ્યાનથી સમૃદ્ધ છે. આત્મ-
ધ્યાનમયી વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એક વાર
(સં. ૧૯૯૩ના ચૈત્ર વદ આઠમના દિને) તેમને ઉપયોગની સ્વચ્છતામાં
ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન થયું. ધર્મ વિષેના ઘણા
પ્રકારોની સ્પષ્ટતાનો
સત્યતાનો વાસ્તવિક બોધ આપનારું તેમનું તે
સાતિશય સ્મરણજ્ઞાન આત્મશુદ્ધિની સાથોસાથ ક્રમશઃ વધતું ગયું, જેની
પુનિત પ્રભાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રભાવના-ઉદયને ચમત્કારિક
વેગ મળ્યો છે.
સહજ વૈરાગ્ય, શુદ્ધાત્મરસીલી ભગવતી ચેતના, વિશુદ્ધ
આત્મધ્યાનના પ્રભાવથી પુનઃપ્રાપ્ત નિજ આરાધનાનો મંગલ દોર તથા
[ ૪ ]