જ્ઞાયકબાગમાં ક્રીડાશીલ વિમળ દશામાં સહજસ્ફુટિત અનેક ભવનું જાતિસ્મરણજ્ઞાન વગેરે વિવિધ આધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓથી વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર વ્યક્તિત્વનો પરિચય આપતાં પૂજ્ય ગુરુદેવ સ્વયં પ્રસન્નહૃદયે ઘણી વાર પ્રકાશે છે કેઃ —
‘‘બહેનોનાં મહાન ભાગ્ય છે કે ચંપાબેન જેવાં ‘ધર્મરત્ન’ આ કાળે પાક્યાં છે. બેન તો હિંદુસ્તાનનું અણમોલ રતન છે. અતીન્દ્રિય આનંદનો નાથ એને અંદરથી જાગ્યો છે. એમની અંદરની સ્થિતિ કોઇ જુદી જ છે. તેમની સુદ્રઢ નિર્મળ આત્મદ્રષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો આ કાળે મળવો મુશ્કેલ છે.....અસંખ્ય અબજો વર્ષનું તેમને જાતિસ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કેટલીક વાર તે અંદરમાં ભૂલી જાય છે કે ‘હું મહાવિદેહમાં છું કે ભરતમાં’!!.....બેન તો પોતાની અંદરમાં
બહારની બીજી કાંઇ પડી નથી. પ્રવૃત્તિનો તેમને જરાય રસ નથી. એમની બહારમાં પ્રસિદ્ધિ થાય તે એમને પોતાને બિલકુલ ગમતું નથી. પણ અમને એવો ભાવ આવે છે કે, બેન ઘણાં વર્ષ ગુપ્ત રહ્યાં, હવે લોકો બેનને ઓળખે.....’’ — આવા વાત્સલ્યોર્મિભર્યા ભાવોદ્ગાર ભરેલી પૂજ્ય ગુરુદેવની મંગળ વાણીમાં જેમનો આધ્યાત્મિક પવિત્ર મહિમા સભા વિષે અનેક વાર પ્રસિદ્ધ થયો છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં, તેમણે મહિલા- શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં — તેમની અનુભવધારામાંથી વહેલાં — આત્માર્થપોષક વચનો લિપિબદ્ધ થાય તો ઘણા મુમુક્ષુ જીવોને મહાન આત્મલાભનું કારણ થાય, એવી ઉત્કટ ભાવના ઘણા સમયથી સમાજનાં ઘણાં ભાઈ-બહેનોને વર્તતી હતી. એ શુભ ભાવનાને સાકાર કરવામાં, કેટલાંક બ્રહ્મચારિણી બહેનોએ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પ્રવચનધારામાંથી પોતાને ખાસ લાભ થાય એવાં વચનામૃતની જે નોંધ કરેલી તે ઉપયોગી થઈ છે. તે નોંધમાંથી આ અમૂલ્ય વચનામૃતસંગ્રહ