તૈયાર થયો છે. જેમની નોંધ અત્રે ઉપયોગી થઈ છે તે બહેનો અભિનંદનીય છે.
પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલી પ્રવચનધારામાંથી ઝિલાયેલાં અમૃતબિંદુઓના આ લઘુ સંગ્રહની તાત્ત્વિક વસ્તુ અતિ ઉચ્ચ કોટિની છે. તેમાં આત્માર્થપ્રેરક અનેક વિષયો આવી ગયા છે. ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ; આત્માની લગની લાગે તો જરૂર માર્ગ હાથ આવે; જ્ઞાનીની સહજ પરિણતિ; અશરણ સંસારમાં વીતરાગ દેવ-ગુરુ-ધર્મનું જ શરણ; સ્વભાવપ્રાપ્તિ માટે યથાર્થ ભૂમિકાનું સ્વરૂપ; મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી પૂર્ણતા સુધી પુરુષાર્થની જ મહત્તા; દ્રવ્યદ્રષ્ટિ અને સ્વાનુભૂતિનું સ્વરૂપ તથા તેનો ચમત્કારિક મહિમા; ગુરુભક્તિનો તથા ગુરુદેવની ભવાન્તકારિણી વાણીનો અદ્ભુત મહિમા; મુનિદશાનું અંતરંગ સ્વરૂપ તથા તેનો મહિમા; નિર્વિકલ્પદશા
મહિમા; શુદ્ધાશુદ્ધ સમસ્ત પર્યાયો વિરહિત સામાન્ય દ્રવ્યસ્વભાવ તે દ્રષ્ટિનો વિષય; જ્ઞાનીને ભક્તિ-શાસ્ત્રસ્વાધ્યાય આદિ પ્રસંગોમાં જ્ઞાતૃત્વધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે; અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે; શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે; — વગેરે વિવિધ અનેક વિષયોનું સાદી છતાં અસરકારક સચોટ ભાષામાં સુંદર નિરૂપણ થયું છે.
અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈને આ પુસ્તકનું સુંદર મુદ્રણ બહુ અલ્પ સમયમાં કરી આપ્યું છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તકની પડતર કિંમત લગભગ સાત રૂપિયા થાય છે, પરંતુ અનેક મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક દાનનો પ્રવાહ વહેવડાવ્યો હોવાથી તેની કિંમત ઘટાડીને ત્રણ રૂપિયા રાખવામાં આવી છે.
આ પુસ્તકના પ્રકાશન ખાતે આવેલી રકમોમાંથી બચેલી રકમ તેની બીજી આવૃત્તિની કિંમત ઘટાડવાના ઉપયોગમાં લેવામાં આવશે.