અંતમાં, અમને આશા છે કે અધ્યાત્મરસિક જીવો પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિરસધારામાંથી વહેલાં આ આત્મસ્પર્શી વચનામૃત દ્વારા આત્માર્થની પ્રબળ પ્રેરણા પામી પોતાના સાધનાપથને સુધાસ્યંદી બનાવશે. દ્વિ. શ્રાવણ વદ ૨, સં. ૨૦૩૩ (પૂ. બહેનશ્રીની ૬૪મી જન્મજયંતી)
આ ગુજરાતી ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથની સાતમી આવૃત્તિ ખપી જવાથી તેની ફરી આઠમી આવૃત્તિ છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના. વિ. સં. ૨૦૫૮, કારતક સુદી-૧૫, તા. ૩૦-૧૧-૨૦૦૧