૯૪
બહેનશ્રીનાં વચનામૃત
જેમ કોઈને ગ્રીષ્મૠતુમાં પર્વતની ટોચ પર બરાબર
તાપ લાગ્યો હોય અને તીવ્ર તૃષા લાગી હોય, તે વખતે
પાણીના એક બિંદુ તરફ પણ તેનું લક્ષ જાય છે અને
તે તેને લેવા માટે દોડે છે, તેમ જે જીવને સંસારનો તાપ
લાગ્યો હોય અને સત્ની તીવ્ર પિપાસા જાગી હોય, તે
સત્ની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. તે આત્માર્થી
જીવ ‘જ્ઞાન’લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીતિ કરી
અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે, તો તેને જ્ઞાયક
તત્ત્વ પ્રગટ થાય. ૨૭૮.
✽
વિચાર, મંથન બધું વિકલ્પરૂપ જ છે. તેનાથી જુદું
વિકલ્પાતીત એક ટકતું જ્ઞાયક તત્ત્વ તે આત્મા છે. તેમાં
‘આ વિકલ્પ તોડું, આ વિકલ્પ તોડું’ તે પણ વિકલ્પ જ
છે; તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્યપદાર્થ છે. તેનું
અસ્તિપણું ખ્યાલમાં આવે, ‘હું જુદો, હું આ જ્ઞાયક
જુદો’ એવું નિરંતર ઘૂંટણ રહે, તે પણ સારું છે.
પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ
નીકળે જ. પહેલાં વિકલ્પ તૂટતો નથી પરંતુ પહેલાં પાકો
નિર્ણય આવે છે. ૨૭૯.
✽
ખરેખર જેને સ્વભાવ રુચે, અંદરની જાગૃતિ હોય,