૧૦૨
બહેનશ્રીનાં વચનામૃત
સમ્યગ્દ્રષ્ટિને અખંડ તત્ત્વનો આશ્રય છે, અખંડ
પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. દ્રષ્ટિ
તો અંદર છે. ચારિત્રમાં અપૂર્ણતા છે. તે બહાર ઊભેલો
દેખાય પણ દ્રષ્ટિ તો સ્વમાં જ છે. ૩૦૩.
✽
ભગવાનનાં પ્રતિમા જોતાં એમ થાય કે અહો!
ભગવાન કેવા ઠરી ગયા છે! કેવા સમાઈ ગયા છે!
ચૈતન્યનું પ્રતિબિંબ છે! તું આવો જ છો. જેવા ભગવાન
પવિત્ર છે, તેવો જ તું પવિત્ર છો, નિષ્ક્રિય છો,
નિર્વિકલ્પ છો. ચૈતન્યની પાસે બધુંય પાણી ભરે
છે. ૩૦૪.
✽
તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ.
તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ
અને સૂક્ષ્મ ઉપયોગ કર. ૩૦૫.
✽
રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે
વણાઈ જાય તો કાર્ય થાય જ. અનાદિના અભ્યાસથી
વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ. જેને આત્મા
પોષાય છે તેને બીજું પોષાતું નથી અને તેનાથી આત્મા