૧૦૪
જ્ઞાયકપણે પરિણમી જાય છે. ૩૦૯.
ચૈતન્યલોક અદ્ભુત છે. તેમાં ૠદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહાર આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ ૠદ્ધિને તથા બધાંને જાણે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. ૩૧૦.
વસ્તુ તો અનાદિ-અનંત છે. જે ફરતું નથી — બદલાતું નથી તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત્ વિભાવના આનંદ — સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ૩૧૧.
અનાદિ કાળથી એકત્વપરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે તેમાંથી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું’ એમ જુદું પડવાનું છે. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ