બહેનશ્રીનાં વચનામૃત
૧૦૫
થઈ ગયો છે. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ
નજર કરી પોતાને જુદો ઓળખી લીધો, તેમ ‘જ્ઞાનદોરા’
તરફ યથાર્થ લક્ષ કરી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું’ એમ
પોતાને જુદો ઓળખી લેવાનો છે. ૩૧૨.
✽
માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ
સરળતાથી કપાય છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર
છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા
છે. સાથીદાર સાથે હોય, પણ માર્ગ પર ચાલી ધ્યેય
સુધી પહોંચવાનું તો પોતાને જ છે. ૩૧૩.
✽
ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે.
પરવશ તે દુઃખી છે; સ્વવશ તે સુખી છે. શુદ્ધ શાશ્વત
ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ
થાય છે. ૩૧૪.
✽
દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે. નિર્મળ
પર્યાય પણ બહિઃતત્ત્વ છે, તેનું અવલંબન દ્રવ્યદ્રષ્ટિમાં
નથી. ૩૧૫.
✽