૧૧૨
ક્યાંય રોકાયા વિના ‘જ્ઞાયક છું’ એમ વારંવાર શ્રદ્ધા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો. જ્ઞાયકનું લઢણ કર્યા કરવું. ૩૩૧.
એકાન્તે દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્યદ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. દુઃખ લાગતું હોય, ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિના — જાણ્યા વિના જાય ક્યાં? આત્માને જાણ્યો હોય, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, તો જ છૂટો પડે. ૩૩૨.
ચેતીને રહેવું. ‘મને આવડે છે’ એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહિ. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે.
આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે. ૩૩૩.
આત્માર્થીને શ્રી ગુરુના સાન્નિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. હું તો સેવક છું — એ દ્રષ્ટિ રહેવી જોઈએ. ‘હું