૧૧૪
બહેનશ્રીનાં વચનામૃત
તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ છે. સ્વભાવ સિવાય બધું દુઃખ જ છે. ૩૩૮.
✽
આ તો ગૂંચ ઊકેલવાની છે. ચૈતન્યદોરાની અંદર અનાદિની ગૂંચ પડી છે. સૂતરના ફાળકામાં ગૂંચ પડી હોય તેનો ધીરજથી ઊકેલ કરે તો છેડો હાથમાં આવે અને ગૂંચ નીકળી જાય, તેમ ચૈતન્યદોરામાં પડેલી ગૂંચનો ધીરજથી ઊકેલ કરે તો ગૂંચ નીકળી શકે છે. ૩૩૯.
✽
‘આનું કરવું, આનું કરવું’ એમ બહારમાં તારું ધ્યાન કેમ રોકાય છે? આટલું ધ્યાન તું તારામાં લગાડી દે. ૩૪૦.
✽
નિજ ચેતનપદાર્થના આશ્રયે અનંત અદ્ભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે? ૩૪૧.
✽
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને