બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી — એવાં દેવ-શાસ્ત્ર-ગુરુના આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું પ્રયોજન છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે ‘હે જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં પાદપંકજની ભક્તિ હો’! — આવા ભાવ સાધકદશામાં આવે છે, અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે. ૩૪૨.
અનંત જીવો પુરુષાર્થ કરી, સ્વભાવે પરિણમી, વિભાવ ટાળી, સિદ્ધ થયા; માટે જો તારે સિદ્ધમંડળીમાં ભળવું હોય તો તું પણ પુરુષાર્થ કર.
કોઈ પણ જીવને પુરુષાર્થ કર્યા વિના તો ભવાન્ત થવાનો જ નથી. ત્યાં કોઈ જીવ તો, જેમ ઘોડો છલંગ મારે તેમ, ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી