૧૧૬
જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે.
વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવું — બધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ૩૪૩.
જ્યાંસુધી સામાન્ય તત્ત્વ — ધ્રુવ તત્ત્વ — ખ્યાલમાં ન આવે, ત્યાંસુધી અંદર માર્ગ ક્યાંથી સૂઝે અને ક્યાંથી પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ — દ્રવ્યસામાન્યનો જ — ધ્રુવ તત્ત્વનો જ હોય છે. જ્ઞાયકનું — ‘ધ્રુવ’નું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી — ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાંનો વિવેક કરે છે, તોપણ દ્રષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી.
પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ છે. ૩૪૪.