બહેનશ્રીનાં વચનામૃત
૧૨૩
અસલી વસ્તુનો જ — આશ્રય કરવાયોગ્ય છે, તેનું જ
શરણ લેવાયોગ્ય છે. તેનાથી જ સમ્યગ્દર્શનથી માંડીને
મોક્ષ સુધીની સર્વ દશાઓ પ્રાપ્ત થાય છે.
આત્મામાં સહજભાવે રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર,
આનંદ ઇત્યાદિ અનંત ગુણો પણ જોકે પારિણામિકભાવે
જ છે તોપણ તેઓ ચેતનદ્રવ્યના એક એક અંશરૂપ
હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતાં સાધકને નિર્મળતા
પરિણમતી નથી.
તેથી પરમપારિણામિકભાવરૂપ અનંતગુણસ્વરૂપ
અભેદ એક ચેતનદ્રવ્યનો જ — અખંડ પરમાત્મદ્રવ્યનો
જ — આશ્રય કરવો, ત્યાં જ દ્રષ્ટિ દેવી, તેનું જ શરણ
લેવું, તેનું જ ધ્યાન કરવું, કે જેથી અનંત નિર્મળ પર્યાયો
સ્વયં ખીલી ઊઠે.
માટે દ્રવ્યદ્રષ્ટિ કરી અખંડ એક જ્ઞાયકરૂપ વસ્તુને
લક્ષમાં લઈ તેનું અવલંબન કરો. તે જ, વસ્તુના અખંડ
એક પરમપારિણામિકભાવનો આશ્રય છે. આત્મા
અનંતગુણમય છે પરંતુ દ્રવ્યદ્રષ્ટિ ગુણોના ભેદોને ગ્રહતી
નથી, તે તો એક અખંડ ત્રિકાળિક વસ્તુને અભેદરૂપે
ગ્રહણ કરે છે.
આ પંચમ ભાવ પાવન છે, પૂજનીય છે. તેના
આશ્રયથી સમ્યગ્દર્શન પ્રગટે છે, સાચું મુનિપણું આવે