૧૨૨
બહેનશ્રીનાં વચનામૃત
આ પ્રમાણે પ્રત્યેક સાધક, દ્રવ્ય-અપેક્ષાએ પોતાને
ભગવાન માનતો હોવા છતાં, પર્યાય-અપેક્ષાએ — જ્ઞાન,
આનંદ, ચારિત્ર, વીર્ય ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ
— પોતાની પામરતા જાણે છે. ૩૫૨.
✽
સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્યદેવ અનાદિ – અનંત
પરમપારિણામિકભાવે રહેલ છે. મુનિરાજે (નિયમસારના
ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે) આ પરમપારિણામિક
ભાવની ધૂન લગાવી છે. આ પંચમ ભાવ પવિત્ર છે,
મહિમાવંત છે. તેનો આશ્રય કરવાથી શુદ્ધિની શરૂઆતથી
માંડીને પૂર્ણતા પ્રગટે છે.
જે મલિન હોય, અથવા જે અંશે નિર્મળ હોય,
અથવા જે અધૂરું હોય, અથવા જે શુદ્ધ ને પૂર્ણ હોવા
છતાં સાપેક્ષ હોય, અધ્રુવ હોય અને ત્રિકાળિક-
પરિપૂર્ણ-સામર્થ્યવાળું ન હોય, તેના આશ્રયથી શુદ્ધતા
પ્રગટતી નથી; માટે ઔદયિકભાવ, ક્ષાયોપશમિકભાવ,
ઔપશમિકભાવ અને ક્ષાયિકભાવ અવલંબનને યોગ્ય
નથી.
જે પૂરો નિર્મળ છે, પરિપૂર્ણ છે, પરમ નિરપેક્ષ છે,
ધ્રુવ છે અને ત્રિકાળિક-પરિપૂર્ણ-સામર્થ્યમય છે — એવા
અભેદ એક પરમપારિણામિકભાવનો જ — પારમાર્થિક