૧૩૦
મળ્યા બરાબર છે. અનાદિ કાળથી જીવ અંદરમાં જતો નથી ને નવીનતા પ્રાપ્ત કરતો નથી; એક ને એક વિષયનું — શુભાશુભ ભાવનું — પિષ્ટપેષણ કર્યા જ કરે છે, થાકતો નથી. અશુભમાંથી શુભમાં ને વળી પાછો શુભમાંથી અશુભમાં જાય છે. જો શુભ ભાવથી મુક્તિ થતી હોત, તો તો ક્યારની થઈ ગઈ હોત! હવે, જો પૂર્વે અનંત વાર કરેલા શુભ ભાવનો વિશ્વાસ છોડી, જીવ અપૂર્વ નવીન ભાવને કરે — જિનવરસ્વામીએ ઉપદેશેલી શુદ્ધ સમ્યક્ પરિણતિ કરે, તો તે અવશ્ય શાશ્વત સુખને પામે. ૩૬૫.
જેણે આત્મા ઓળખ્યો છે, અનુભવ્યો છે, તેને આત્મા જ સદા સમીપ વર્તે છે, દરેક પર્યાયમાં શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે. વિવિધ શુભ ભાવો આવે ત્યારે કાંઈ શુદ્ધાત્મા ભુલાઈ જતો નથી અને તે ભાવો મુખ્યપણું પામતા નથી.
મુનિરાજને પંચાચાર, વ્રત, નિયમ, જિનભક્તિ ઇત્યાદિ સર્વ શુભ ભાવો વખતે ભેદજ્ઞાનની ધારા, સ્વરૂપની શુદ્ધ ચારિત્રદશા નિરંતર ચાલુ જ હોય છે. શુભ ભાવો નીચા જ રહે છે; આત્મા ઊંચો ને ઊંચો જ — ઊર્ધ્વ જ — રહે છે. બધુંય પાછળ રહી જાય છે,