મુનિરાજ આશ્ચર્યકારી નિજ ૠદ્ધિથી ભરેલા ચૈતન્ય- મહેલમાં નિવાસ કરે છે; ચૈતન્યલોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે; અતીન્દ્રિયઆનંદરૂપ સ્વાદિષ્ટ અમૃતભોજનના થાળ ભરેલા છે તે ભોજન જમે છે. સમરસમય અચિંત્ય દશા છે! ૩૬૩.
ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્યો ઉકેલીને સત્ય શોધી કાઢ્યું ને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂક્યું છે. આપણે ક્યાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ગુરુદેવનો પ્રતાપ કોઈ અદ્ભુત છે. ‘આત્મા’ શબ્દ બોલતાં શીખ્યાં હોઈએ તો તે પણ ગુરુદેવના પ્રતાપે. ‘ચૈતન્ય છું’, ‘જ્ઞાયક છું’ — ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જ જણાયું છે. ભેદજ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી તેને બદલે તેઓશ્રીની સાતિશય વાણી દ્વારા તે વાતના હંમેશાં ધોધ વરસે છે. ગુરુદેવ જાણે કે હાથ ઝાલીને શીખવી રહ્યા છે. પોતે પુરુષાર્થ કરી શીખી લેવા જેવું છે. અવસર ચૂકવાયોગ્ય નથી. ૩૬૪.
કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જીવે બે પ્રાપ્ત કર્યાં નથી — જિનરાજસ્વામી અને સમ્યક્ત્વ. જિનરાજ- સ્વામી મળ્યા પણ ઓળખ્યા નહિ, તેથી મળ્યા તે ન