૧૩૨
બહેનશ્રીનાં વચનામૃત
જીવે અનંત ભવોમાં પરિભ્રમણ કર્યું, ગુણો હીણારૂપે
કે વિપરીતરૂપે પરિણમ્યા, તોપણ મૂળ તત્ત્વ એવું ને
એવું જ છે, ગુણો એવા ને એવા જ છે. જ્ઞાનગુણ
હીણારૂપે પરિણમ્યો તેથી કાંઈ તેના સામર્થ્યમાં ઊણપ
આવી નથી. આનંદનો અનુભવ નથી એટલે કાંઈ
આનંદગુણ ક્યાંય ચાલ્યો ગયો નથી, હણાઈ ગયો નથી,
ઘસાઈ ગયો નથી. શક્તિરૂપે બધું એમ ને એમ રહ્યું
છે. અનાદિ કાળથી જીવ બહાર ભમે છે, ઘણું ઓછું
જાણે છે, આકુળતામાં રોકાઈ ગયો છે, તોપણ
ચૈતન્યદ્રવ્ય અને તેના જ્ઞાન-આનંદાદિ ગુણો એવાં ને
એવાં સ્વયમેવ સચવાયેલાં રહ્યાં છે, તેમને સાચવવા
પડતાં નથી.
— આવા પરમાર્થસ્વરૂપની સમ્યગ્દ્રષ્ટિ જીવને
અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. ૩૬૯.
✽
જેને આત્માનું કરવું હોય તેણે આત્માનું ધ્યેય જ
આગળ રાખવા જેવું છે. ‘કાર્યો’ની ગણતરી કરવા કરતાં
એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખવું તે ઉત્તમ છે.
પ્રવૃત્તિરૂપ ‘કાર્યો’ તો ભૂમિકાને યોગ્ય થાય છે.
જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી જે ક્રિયા થાય
તેને જોયા કરે છે. તેમનાં સર્વ કાર્યોમાં ‘આત્મા