બહેનશ્રીનાં વચનામૃત
૧૩૩
સમીપ છે જેહને’ એવું હોય છે. ધ્યેયને તેઓ ભૂલતા નથી. ૩૭૦.
✽
જેમ સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી નથી, જેમ ઝાંઝવાના જળથી તરસ છીપતી નથી, તેમ પર પદાર્થોથી સુખી થવાતું નથી.
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.’
— આ જ સુખી થવાનો ઉપાય છે. વિશ્વાસ કર. ૩૭૧.
✽
જેમ પાતાળકૂવો ખોદતાં, પથ્થરનું છેલ્લું પડ તૂટીને તેમાં કાણું પડતાં, તેમાંથી પાણીની જે ઊંચી શેડ ઊડે, તે શેડને જોતાં પાતાળમાંના પાણીનું અંદરનું પુષ્કળ જોર ખ્યાલમાં આવે છે, તેમ સૂક્ષ્મ ઉપયોગ વડે ઊંડાણમાં ચૈતન્યતત્ત્વના તળિયા સુધી પહોંચી જતાં, સમ્યગ્દર્શન પ્રગટતાં, જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, તે પર્યાયને વેદતાં ચૈતન્યતત્ત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય અનુભવમાં — સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. ૩૭૨.
✽