Benshreena Vachanamrut (Gujarati). Bol: 376.

< Previous Page   Next Page >


Page 135 of 186
PDF/HTML Page 152 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૧૩૫

પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું જે પ્રગટે છે, તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળતત્ત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજું બહારનું તો અનંત કાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધભાવમાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં ક્યાંય શાંતિ નથી. જોકે શુભભાવ આવ્યા વિના રહેતા નથી, તોપણ ત્યાં શાંતિ તો નથી જ. શાંતિ હોય, સુખ હોયઆનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્ય જ છે. નિવૃત્તિમય ચૈતન્યપરિણતિમાં જ સુખ છે, બહારમાં ક્યાંય સુખ છે જ નહિ. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક જ મનુષ્યજીવનમાં કરવા-યોગ્યહિતરૂપકલ્યાણરૂપ છે. ૩૭૫.

પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, તેના જ આલંબનથી, પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક પરમપારિણામિકભાવનું આલંબન. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિકભાવરૂપ