બહેનશ્રીનાં વચનામૃત
૧૩૭
આવતાં પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાત્મદ્રવ્યને વળગે છે.
‘આવી પવિત્ર મુનિદશા ક્યારે પ્રાપ્ત કરીએ!’ એવા
મનોરથ સમ્યગ્દ્રષ્ટિને વર્તે છે. ૩૭૭.
✽
જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે એવા સાચા
આત્માર્થીને વિષય-કષાયોનો મહિમા તૂટીને તેમની
તુચ્છતા લાગતી હોય છે. તેને ચૈતન્યસ્વભાવની
સમજણમાં નિમિત્તભૂત દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા આવે
છે. ગમે તે કાર્ય કરતાં તેને નિરંતર શુદ્ધ સ્વભાવની
પ્રાપ્તિ કરવાની ખટક રહ્યા જ કરે છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલા જ્ઞાનીને શુભાશુભ ભાવથી
જુદા જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વધારા નિરંતર વર્ત્યા
કરે છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિરતારૂપ
વિભાવપરિણતિ ઊભી છે તેથી તેને ગૃહસ્થાશ્રમને લગતા
શુભાશુભ પરિણામ હોય છે. સ્વરૂપમાં સ્થિર રહેવાતું
નથી તેથી તે વિવિધ શુભભાવોમાં જોડાય છેઃ — ‘મને
દેવ-ગુરુની સદા સમીપતા હો, ગુરુનાં ચરણકમળની
સેવા હો’ ઇત્યાદિ પ્રકારે જિનેંદ્રભક્તિ-સ્તવન-પૂજન અને
ગુરુસેવાના ભાવો હોય છે તેમ જ શાસ્ત્રસ્વાધ્યાયના,
ધ્યાનના, દાનના, ભૂમિકાનુસાર અણુવ્રત તથા તપ
વગેરેના શુભભાવો તેને હઠ વિના આવે છે. આ બધાય