૧૩૮
બહેનશ્રીનાં વચનામૃત
ભાવો દરમ્યાન જ્ઞાતૃત્વપરિણતિની ધારા તો સતત ચાલુ
જ હોય છે.
નિજસ્વરૂપધામમાં રમનારા મુનિરાજને પણ
પૂર્ણ વીતરાગદશાના અભાવે વિધવિધ શુભભાવો
હોય છેઃ — તેમને મહાવ્રત, અઠ્યાવીશ મૂળગુણ,
પંચાચાર, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ સંબંધી શુભ-
ભાવો આવે છે તેમ જ જિનેંદ્રભક્તિ-શ્રુતભક્તિ-
ગુરુભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે છે.
‘હે જિનેંદ્ર! આપનાં દર્શન થતાં, આપનાં ચરણ-
કમળની પ્રાપ્તિ થતાં, મને શું ન પ્રાપ્ત થયું?
અર્થાત્ આપ મળતાં મને બધુંય મળી ગયું.’
આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ
જિનેંદ્રભક્તિના ધોધ વહાવ્યા છે. — આવા આવા
અનેક પ્રકારના શુભભાવો મુનિરાજને પણ હઠ
વિના આવે છે. સાથે સાથે જ્ઞાયકના ઉગ્ર આલંબનથી
મુનિયોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વધારા પણ સતત ચાલુ જ
હોય છે.
સાધકને — મુનિને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને — જે
શુભભાવો આવે છે તે જ્ઞાતૃત્વપરિણતિથી વિરુદ્ધ-
સ્વભાવવાળા હોવાથી આકુળતારૂપે — દુઃખરૂપે વેદાય છે,
હેયરૂપ જણાય છે, છતાં તે ભૂમિકામાં આવ્યા વિના
રહેતા નથી.