તદ્રૂપ પરિણમે નહિ, તો તે જ્ઞેયનિમગ્ન રહે છે, જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેદ્યા કરે છે. બધું ભણી ગયો, ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો તે છે. ૩૮૧.
આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તે કાયમ રહીને પલટે છે. તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી, ભરપૂર ભરેલું છે. તેમાં અનંત ગુણરત્નોના ઓરડા ભરેલા છે. તે અદ્ભુત ૠદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દ્રષ્ટિ દે તો તને સંતોષ થશે કે ‘હું તો સદા કૃતકૃત્ય છું.’ તેમાં ઠરતાં તું પર્યાયે કૃતકૃત્ય થઈશ. ૩૮૨.
જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે