૧૪૨
બહેનશ્રીનાં વચનામૃત
જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા
બધા તે માર્ગને વર્ણવવાના ભિન્નભિન્ન પ્રકારો છે.
જેટલા વર્ણનના પ્રકારો છે, તેટલા માર્ગો નથી; માર્ગ તો
એક જ છે. ૩૮૩.
✽
તારા આત્મામાં નિધાન ઠસોઠસ ભરેલાં છે.
અનંતગુણનિધાનને રહેવા માટે અનંત ક્ષેત્રની જરૂર નથી,
અસંખ્યાત પ્રદેશોના ક્ષેત્રમાં જ અનંત ગુણો ઠસોઠસ
ભર્યા છે. તારામાં આવાં નિધાન છે, તો પછી તું બહાર
શું લેવા જાય છે? તારામાં છે તેને જો ને! તારામાં શી
ખામી છે? તારામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, બધુંય
છે. સુખ ને જ્ઞાન તો શું પણ કોઈ પણ ચીજ બહાર
લેવા જવી પડે એમ નથી. એક વાર તું અંદરમાં પ્રવેશ
કર, બધું અંદર છે. અંદર ઊંડે પ્રવેશ કરતાં,
સમ્યગ્દર્શન થતાં, તારાં નિધાન તને દેખાશે અને તે સર્વ
નિધાનના પ્રગટ અંશને વેદી તું તૃપ્ત થઈશ. પછી
પુરુષાર્થ ચાલુ જ રાખજે જેથી પૂર્ણ નિધાનનો ભોક્તા
થઈ તું સદાકાળ પરમ તૃપ્ત-તૃપ્ત રહીશ. ૩૮૪.
✽
જીવે અનંત કાળમાં અનંત વાર બધું કર્યું પણ
આત્માને ઓળખ્યો નહિ. દેવ-ગુરુ શું કહે છે તે બરાબર