Benshreena Vachanamrut (Gujarati). Bol: 394-396.

< Previous Page   Next Page >


Page 149 of 186
PDF/HTML Page 166 of 203

 

background image
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૯
મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે.
તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રયે
નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય
, ગીચ ઝાડી
હોય, સિંહ-વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી
હોય, ચારે કોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરિગુફામાં
મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે.
આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત
જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના
ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ
છે. અદ્ભુત દશા છે! ૩૯૪.
ચેતનનું ચૈતન્યસ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતાં
વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્યસ્વરૂપની
ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ
.
વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભાં
ઊભાં વિભાવ નહિ તૂટે
; મંદ થશે, અને તેથી દેવાદિની
ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ નહિ
થાય. ૩૯૫.
ત્રણ લોકને જાણનારું તારું તત્ત્વ છે તેનો મહિમા
તને કેમ નથી આવતો? આત્મા પોતે જ સર્વસ્વ