તું જ્ઞાયકસ્વભાવી છે. પૌદ્ગલિક શરીર-વાણી-મનથી
તો તું જુદો જ છે, પણ શુભાશુભ ભાવો પણ તારો
સ્વભાવ નથી. અજ્ઞાનને લીધે તેં પરમાં તેમ જ
વિભાવમાં એકત્વબુદ્ધિ કરી છે, તે એકત્વબુદ્ધિ છોડી તું
જ્ઞાતા થઈ જા. શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ
કરીને — શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરીને, તું જ્ઞાયકપરિણતિ
પ્રગટાવ કે જેથી મુક્તિનાં પ્રયાણ ચાલુ થશે. ૪૧૧.
✽
મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે.
બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો
બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને
કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે?
‘મને કોઈ બચાવો’ એમ તારું હૃદય પોકારતું હશે. પણ
શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા
કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે
વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી
ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત
થાય એમ છે? જો તેં શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મઆરાધના કરી
હશે, આત્મામાંથી શાન્તિ પ્રગટ કરી હશે, તો તે એક
જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૯