બહેનશ્રીનાં વચનામૃત
૧૭૫
હાલમાં શ્રી કહાનગુરુદેવ શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. તેઓશ્રીએ પોતાનાં સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્ત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. ગુરુદેવનો અમાપ ઉપકાર છે. આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. સાતિશય ગુણરત્નોથી ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમનાં ચરણકમળની ભક્તિ અહોનિશ અંતરમાં રહો. ૪૩૨.
❁