૪
બહેનશ્રીનાં વચનામૃત
‘સાંભળ્યા જ કરીએ’ એમ થાય. ગુરુદેવે મુક્તિનો માર્ગ
પ્રકાશ્યો ને સ્પષ્ટ કર્યો છે. તેઓશ્રીને શ્રુતની લબ્ધિ
છે. ૮.
✽
પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ
ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે — ધન
રળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ
આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા
થઈ જાય, અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. ૯.
✽
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો
બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. કોઈને અમે
રાગદ્વેષવાળા દેખતા જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા
માનતા હોય, પણ જેને ચૈતન્ય — આત્મા ઊઘડ્યો છે તેને
બધું ચૈતન્યમય જ ભાસે છે. ૧૦.
✽
મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદમાર્ગનો કે
ઉત્સર્ગમાર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના
પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો
એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે તો તેને