Benshreena Vachanamrut (Gujarati). Bol: 12-14.

< Previous Page   Next Page >


Page 5 of 186
PDF/HTML Page 22 of 203

 

background image
બહેનશ્રીનાં વચનામૃત
વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. ૧૧.
દ્રવ્યદ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ
દ્રષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે.
ચૈતન્યતળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે
બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી
નથી
, દ્રષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના
પાતાળમાં પહોંચી ગયા છે; ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે
પહોંચી ગયા છે; સાધનાની સહજ દશા સાધેલી છે. ૧૨.
હું જ્ઞાયક ને આ પર’, બાકી બધાં જાણવાનાં
પડખાં છે. ‘હું જ્ઞાયક છું, બાકી બધું પરઆ એક
ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે
ઊંડો ઊતરતો જ નથી
, કરવા ધારતો નથી, એટલે અઘરું
લાગે. ૧૩.
હું છું’ એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે,
પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું
જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ
વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે