૬
બહેનશ્રીનાં વચનામૃત
સહજરૂપે જોર આવે. ભાવનાની ઉગ્રતા હોય તો સાચું
આવવાનો અવકાશ છે. ૧૪.
✽
તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી
ઉપમા આપી છે! અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો
શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન
છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ! આવો તો જિનેન્દ્રવાણીનો
મહિમા ગાયો છે. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની
તો શી વાત કરવી! ૧૫.
✽
જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત
મળશે, તારા સુખનો ફુવારો છૂટશે; રાગ સિંચવાથી દુઃખ
મળશે. માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી
મુક્તિસુખરૂપી અમૃત મેળવ. ૧૬.
✽
જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ
જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ
કરવાથી કાંઈ હાથ નહિ આવે. જો મૂળ સ્વભાવને
પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાન્તિ —
સમાધાન રહેશે, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી શકાશે. ૧૭.
✽