તે આત્મતત્ત્વ જ એક શરણ છે. બહારમાં, પંચ પરમેષ્ઠી — અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ — નમસ્કાર કરવાયોગ્ય છે કેમ કે તેમણે આત્માની સાધના કરી છે; તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ ભવ્યજીવોનાં શરણ છે. ૬૪.
દેવ-ગુરુની વાણી અને દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા ચૈતન્યદેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં તેમ જ સ્વરૂપપ્રાપ્તિ કરવામાં નિમિત્તો છે. ૬૫.
બહારનું બધું થાય તેમાં — ભક્તિ-ઉલ્લાસનાં કાર્ય થાય તેમાં પણ — કાંઈ આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. ૬૬.
દરેક પ્રસંગમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ તે જ લાભદાયક છે. ૬૭.
પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી