૨૨
બહેનશ્રીનાં વચનામૃત
ત્યાં સમય ચાલ્યો જાય છે; ‘રુચિ અનુયાયી વીર્ય’.
જ્ઞાયકના ઘૂંટણમાં નિરંતર રહે, દિવસ-રાત એની પાછળ
પડે, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. ૬૧.
✽
જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે
તેને — ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણ —
સમ્યક્ત્વસન્મુખતા થાય છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે,
ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ
બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો,
ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે
સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૬૨.
✽
જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય; આંબાનું બીજ
(ગોટલો) વાવે તો આંબાનું ઝાડ થાય અને આકોલિયાનું
બીજ વાવે તો આકોલિયાનું ઝાડ થાય. જેવું કારણ
આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું
ફળ મળે જ. ૬૩.
✽
અંદરમાં, ચૈતન્યતત્ત્વ નમસ્કાર કરવા યોગ્ય છે; તે
જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે, ભવ્યજીવોને