બહેનશ્રીનાં વચનામૃત
૨૧
પકડાય? જ્ઞાનને સૂક્ષ્મ – તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો
ભેદવિજ્ઞાન થાય. ૫૯.
✽
અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો
ભમતો, સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો,
અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. કોઈ વાર તેને સાચું સુખ
દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અટક્યો, કોઈ વાર
સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું
સ્વરૂપ મેળવતાં અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના
અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે
ત્યાંથી અટક્યો ને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ
મેળવતાં અનંત વાર અટક્યો. પુણ્યોદયે આ દેહ પામ્યો,
આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા; હવે જો પુરુષાર્થ
નહિ કરે તો ક્યા ભવે કરશે? હે જીવ! પુરુષાર્થ કર;
આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ બતાવનારા
સત્પુરુષ ફરીફરી નહિ મળે. ૬૦.
✽
જેને ખરેખરો તાપ લાગ્યો હોય, જે સંસારથી કંટાળેલ
હોય, તેની આ વાત છે. વિભાવથી કંટાળે અને સંસારનો
ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે જ નહિ. કારણ
આપે તો કાર્ય પ્રગટ થાય જ. જેને જેની રુચિ – રસ હોય