૨૦
એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો; રૂપિયા, ધન, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો! બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, ત્યાં ભાઈ! આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય? ૫૬.
પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્ત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. નિવૃત્તિકાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવાં પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગનીને જાગૃત રાખવી જોઈએ. આત્માના ધ્યેયપૂર્વક, પોતાની પરિણતિમાં રસ આવે તેવાં વિચાર- મંથન કરતાં અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. ૫૭.
જ્ઞાનીને દ્રષ્ટિ-અપેક્ષાએ ચૈતન્ય અને રાગની અત્યંત ભિન્નતા ભાસે છે, જોકે તે જ્ઞાનમાં જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. ૫૮.
જે જીવને પોતાના સ્થૂલ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? ને સૂક્ષ્મ પરિણામ પકડે નહિ તો સ્વભાવ ક્યાંથી