Benshreena Vachanamrut (Gujarati). Bol: 52-56.

< Previous Page   Next Page >


Page 19 of 186
PDF/HTML Page 36 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૧૯

શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં ‘ શરીરાદિ મારાં’ એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. ૫૨.

નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. ૫૩.

અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ! હવે પ્રતિકૂળતામાં તો સમજ...સમજ. કોઈ રીતે સમજ... સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા. ૫૪.

ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ થાય જ. ૫૫.

જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને