બહેનશ્રીનાં વચનામૃત
૪૭
અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાન — કેવળજ્ઞાન
પ્રગટ થતું નથી. ૧૫૧.
✽
આત્માને ઓળખી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ કરવી તે
જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫૨.
✽
રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે,
પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવ-
શાસ્ત્ર-ગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક
વાર નિજ ઘર જોઈ લે. ૧૫૩.
✽
જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજું ડખલરૂપ
લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજું ન ગમે.
‘કાલ કરીશ, કાલ કરીશ’ એવા વાયદા ન હોય. અંદર
ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં
જ કરવું છે. ૧૫૪.
✽
જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા
પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫.
✽
કરવાનું તો એક જ છે — પરથી એકત્વ તોડવું. પર