૪૬
એકને જાણતાં બધું જણાય. મૂળને જાણ્યા વિના બધું નિષ્ફળ. ૧૪૭.
ચૈતન્યલોકમાં અંદર જા. અલૌકિક શોભાથી ભરપૂર અનંત ગુણો ચૈતન્યલોકમાં છે; તેમાં નિર્વિકલ્પ થઈને જા, તેની શોભા નિહાળ. ૧૪૮.
રાગી છું કે નથી — તે બધા વિકલ્પોથી પેલી પાર હું શુદ્ધ તત્ત્વ છું. નયોથી અતિક્રાન્ત ચૈતન્ય બિરાજે છે. દ્રવ્યનું અવલંબન કર તો ચૈતન્ય પ્રગટ થશે. ૧૪૯.
શુદ્ધ તત્ત્વની દ્રષ્ટિ પ્રગટ કરી તે નૌકામાં બેસી ગયો તે તરી ગયો. ૧૫૦.
એકદમ પુરુષાર્થ કરીને તારા ચૈતન્યસ્વભાવમાં ઊંડો ઊતરી જા. ક્યાંય રોકાઈશ નહિ. અંદરથી ખટક જાય નહિ ત્યાં સુધી વીતરાગી દશા પ્રગટતી નથી. બાહુબલીજી જેવાને પણ એક વિકલ્પમાં રોકાઈ રહેતાં વીતરાગ દશા ન પ્રગટી! આંખમાં કણું સમાય નહિ તેમ આત્મ- સ્વભાવમાં એક અણુમાત્ર પણ વિભાવ પોષાતો નથી. જ્યાં સુધી સંજ્વલનકષાયનો અબુદ્ધિપૂર્વકનો અતિસૂક્ષ્મ