બહેનશ્રીનાં વચનામૃત
૪૫
સ્વરૂપની શોધમાં તન્મય થતાં, અનેક જાતની
વિકલ્પજાળમાં ફરતો હતો તે આત્માની સન્મુખ થાય છે.
આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાથી ગુણોનો વિકાસ થાય
છે. ૧૪૩.
✽
સાચું સમજતાં વાર ભલે લાગે પણ ફળ આનંદ
અને મુક્તિ છે. આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ
ઝરે. ૧૪૪.
✽
રાગનું જીવતર હોય તેને આત્મામાં જવાનું બને નહીં.
રાગને મારી નાખ તો અંદર જવાય. ૧૪૫.
✽
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતાં નથી. આત્મા તો
પરમ શુદ્ધ તત્ત્વ છે; તેમાં ક્ષાયોપશમિક આદિ ભાવો
નથી. તું તારા સ્વભાવને ઓળખ. અનંત ગુણરત્નોની
માળા અંદર પડી છે તેને ઓળખ. આત્માનું લક્ષણ –
ત્રિકાળી સ્વરૂપ ઓળખી પ્રતીત કર. ૧૪૬.
✽
આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે.